Search This Blog

Mar 25, 2019

સર્વસ્વ આપીને પાલન કરનારા એ પિતા જ હોય.

એકભાઇ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ પત્નિએ વિલાયેલા મોઢે કહ્યુ, " ગામડેથી તમારા પપ્પા આવ્યા છે. એના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે." 

વાત સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા.મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી અને માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતુ હતુ એમા ગામડેથી પિતાજી આવ્યા છે. તો ચોક્કસ કોઇક મદદ માંગવા માટે જ આવ્યા હશે આ વિચારમાત્રથી એ ભાઇ ધ્રુજી ગયા.

ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પિતાને પ્રણામ કર્યા. સાંજનું ભોજન પતાવીને પિતાએ પુત્રને કહ્યુ, " બેટા, તારી સાથે થોડી વાતો કરવી છે." પિતાની વાત સંભળતા જ દિકરાના હૈયામાં ફાળ પડી. 'નક્કી હવે પપ્પા પૈસાની માંગણી મુકશે. મારી કેવી સ્થિતી છે એનો પપ્પાને
જરા પણ વિચાર નહી આવતો હોય? મને ફોન કર્યા વગર સીધા જ અહીંયા પહોંચી ગયા આવતા પહેલા ફોન કર્યો હોત તો હુ ફોન પર પણ પપ્પાને મારી મુશ્કેલી જણાવી શકત.'

વિચારોના વાવઝોડામાં સપડાયેલા દિકરાના ખભ્ભા પર પિતાનો હાથ મુકાયો ત્યારે દિકરાને
ખબર પડી કે પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે. 

પિતાએ દિકરાને કહ્યુ, " બેટા, તું મહિને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત
કરી લેતો પણ છેલ્લા 4 મહિનાથી તારો કોઇ જ ફોન નથી આવ્યો એટલે તને કંઇક તકલીફ હશે એવુ મને અને તારી મમ્મીને લાગ્યુ. હું તને બીજી તો શુ મદદ કરી શકુ પણ મારી પાસે થોડા ઘરેણા પડેલા હતા એ વેંચીને આ 50,000 રૂપિયા ભેગા થયા છે એ તારા માટે લાવ્યો છું. હું તો કાલે સવારે ગામડે ચાલ્યો જઇશ પણ બસ ફોન કરતો રહેજે તારી મમ્મી બહુ જ ચિંતા કરતી હોય છે અને કંઇ મુશ્કેલી હોય તો બેધડક કહેજે તારા માટે જમીન વેંચવી પડે તો એ પણ વેંચી નાંખીશું ." આટલી વાત કરીને પિતાએ દિકરાના હાથમાં નોટોનું બંડલ મુકી દીધુ. દિકરો કંઇજ ન બોલી શક્યો માત્ર ભીની આંખોએ બાપના ચહેરાને જોઇ રહ્યો. જે બાપની ભિખારી તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા.

મિત્રો, આપણી મુશ્કેલીના સમયે પોતાનુ સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પિતા કોઇ મુશ્કેલીમાં તો નથીને એ જોવાની ફરજ ભગવાનની નહી, આપણી જ છે.

આવી લસ્સી કેદી પીવા મળશે ?

ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી. કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.

પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ? " છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે." આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક કરી દોને. ગમે તે કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે." દુકાનવાળા ભાઇને છોકરી પર થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું કરવુ છે? " 

છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે મારે નાનો ભાઇ છે એને આવી લસ્સી કેદી પીવા મળશે ? મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ કરી આપોને ભાઇ ! " છોકરીના આટલા શબ્દોએ ત્યાં ઉભેલા દરેક પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.

મિત્રો, પોતાના ભાગનું કે પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું તો આપણે કંઇક ઓળવી નથી જતાને ? જરા તપાસજો. 

~ Source Social Media

​“હાર્ટએટેક અને પાણી" ~ ​અચૂક વાંચવા જેવી માહિતી

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! માહિતી રસપ્રદ છે.

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે

હૃદયરોગના ડૉ. એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે.

એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી........

યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.

સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.

જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.

સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.

રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....

હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.

જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.

એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.

હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.

મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો "હાર્ટએટેક" અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો?આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે.

જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છે.


Source : સોશ્યલ મીડિયા 

Know your personality by your name latter.

Does your name begin with: A   U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...