Search This Blog

Oct 15, 2013

મને ટી.વી. બનાવી દો..! #Story

એક નાનકડી સ્ટોરી.
દોસ્તો એક વાર જરુર વાંચજો...તમારી આંખમાં પણ જરજળીયા આવી જાશે.
એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે...ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો....નિબંધનો વિષય છે :--"જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો??"
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તેનિબંધો ઘેરતપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા નેજોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.તેમણે પૂછ્યું," કેમ શું થયું ? કેમ રડે છે ?"
શિક્ષિકાએ કહ્યું," હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું"તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં'"જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ"તેમના પતિએ નિબંધ વાંચ્યો.
તેમાંતે બાળકે લખ્યું હતું :-
" હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.)બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમઘરમાં રહેવા માંગું છું. જેને માટેઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું. જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફજ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો નપૂછે."
"જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે,તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.""અને મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે."
"અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.... હે ભગવાન હુંબીજું કાંઇ નથી માંગતો, પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો."
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.તેમના પતિ બોલ્યા :-
"હે ભગવાન...!! બિચારું બાળક..!! કેવા ભયાનક માતા- પિતા છે !!"
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજેબોલ્યા :
"આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે."
*************************************
દોસ્તો આવુ ઘણી વાર બનતુ હસે જ... :
કે આપણે આપણા જ બાળકો ને ટાઇમ નથી આપી શકતા..આપણા જ બાળકો આપણા પ્રેમ ના ભુખ્યા રહી જાય છે !
આપણે થાકેલા હોય અને ઘરે જઇ ને સુઇ જતાહોઇ છીએ અથવા ટી.વી. સામે બેસી જતા હોય છીએ... દોસ્તો આ પોસ્ટ એટલીશેર કરજો કે કોઇ બાળક ની આવી હાલત ના થાય.

Know your personality by your name latter.

Does your name begin with: A   U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...