આજરોજ 22 જુલાઈ 2013, અષાઢ સુદ પૂર્ણિમાને સોમવાર, સંવત 2069 : શુભદિન ગુરુપૂર્ણિમા...,
॥ गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो महेश्वर,
गुरु साक्षात परब्रह्म: तस्मे श्री गुरुवे नमः ॥
गुरु साक्षात परब्रह्म: तस्मे श्री गुरुवे नमः ॥
જય સ્વામીનારાયણ સાથ ગુરુહરિ પ્રગટ બ્રમ્હ્સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં શત શત નમન... ઘણું જીવો વાહલા...!
*** ઘેલો રે કીધો..! ***
ઘેલો રે કીધો રે, મુને ઘેલો રે કીધો...!
તારું મુખડું રે જોયુંને, મુને ઘેલો રે કીધો...!
દેશ~વિદેશ ઘૂમે રે સ્વામી, કરવા કલ્યાણ કાજ...
ગામે-ગામ વિચરે સ્વામી.., કરવા ગુરુના કાજ.., ઘેલો રે કીધો...
મીઠા કરે મોરલા ટહુકાને, આ સંત રૂડા હરખાય...
જોઈ સંતોનો આનંદ કિલ્લોલ, વ્હાલો મુખડે બહુ મલકાય...!
આજ રૂડા લાગે રે... સ્વામી.., કરાવે વ્હાલાને લાડ,
સંતોને હરીભક્તો ગાયે, જોર કરી જયનાદ... ઘેલો રે કીધો...
જાણી ભક્તોના મનની વાતને.., કેહતા સ્વામી આપ,
મહારાજ કરશે સઘળું સારું, રાજી રેહવું આપ...!
સ્વામી ડંકો વાગે જગમાં ને, સૌ સંકલ્પ પુરા થાય..,
આજદિન હૈયું હિલોળે ચડે ને... આ જીવલો જોરે ગાય...
ઘેલો રે કીધો રે વાહલા, ઘેલો રે કીધો...
મુખડું રે જોયુંને તારું, મુને ઘેલો રે કીધો...!
[આજરોજ પૂજા સમયે સૂજેલી પંક્તિ "ઘેલો રે કીધો..." પરથી આ રચના કરી છે, સુર-તાલનું જ્ઞાન ના હોય, ક્યાંય કોઈ ભૂલચૂક હોય તો વિનંતી કરું કે સુધારો કરીને માર્ગદર્શન કરશોજી..!]~ માલવણિયા
No comments:
Post a Comment