Search This Blog

Jul 27, 2013

Famous Gujarati Food : આવો નજર કરીએ... ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય...!

"ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી!" 

: દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે.તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર...

અમદાવાદ: લકીના મસ્કાબન , સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , ચારભુજાની સેન્ડવીચ , જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાની સમોસા-કચોરી ,શંભૂની કોફી , દાસના ખમણ-સેવખમણી , લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , વિદ્યાપીઠ પાસેના થેપલા , ગુજરાતના દાળવડા ,ફરકીના ફાલૂદા , પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી , વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન ,યુનિવર્સિટીના ઢોસા , બાપુનગરના ગોંડલના ગાઠિયા ,દિનેશના ભજિયા , સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ , જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , શંકરનો આઇસ્ક્રીમ , મણિનગરના ટામેટાના ભજિયા , વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક , મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , જુના શેર-બજારનું ચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ , સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ ,હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ , પાંચ કૂવાની ફૂલવડી ,લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજી-પાંવ , મોતી બેકરીની નાનખટાઇ , ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા ,ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા, રાયપુરના શ્રી રામના ખમણ , બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરા ચાર રસ્તાની ઇડલી , નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું , વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા , રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર-ખાખરા અને ઢોસાના ખાખરા , એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ ,રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , અંકુરના આણંદ દાલવડા ,ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે.
ગાંધીનગર : મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા ,મહાલક્ષ્‍મીના ખમણ , મહારાજના દાળવડા , ભાભીના  ભજિયા , બટુકના ગોટા , મોરલીના ઢોંસા , પુજાના ઢોકળા ,સેંધાના ગોટા , અક્ષરધામની ખીચડી , લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ , વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી.

રાજકોટ: મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા ,સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા , એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જય સિયારામના પેંડા , રસિકભાઈનો ચેવડો ,જલારામની ચિકી , ગોરધનભાઈનો ચેવડો , આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ , મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા , શ્રી રામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ , પટેલના ભાજી પાંવ ,સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ ,બજરંગની સોડા , ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા.
મોરબી: પકાના ભૂંગરા બટાટા , કાનાની દાબેલી ,ભારતની પાણી પુરી , મયુરના ભજિયા , ચક્કાના બ્રેડ બટાટા ,જૈનના ખમણ.

વડોદરા: દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી , શ્રીજીના વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ , અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો , ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા ,વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા , નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા, ભાઈ ભાઈ દાબેલી.
આણંદ: રેલવે સ્ટેશનની દાબેલી , પાંડુના દાલ વડા ,યોગેશના ખમણ , સાસુજીનો હાંડવો.
નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું , વસોગામના પત્તરવેલિયા.
બારડોલી: જલારામના પાંતરા , જલારામના ખમણ ,જલારામની ખીચડી , મહારાણાના દાણા-ચણા , ભરકાદેવીનું આઈસ્ક્રીમ , જેઠાની પાંવભાજી.
ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા , ગાયત્રીની લસ્સી , શંકરની ભાજી-પાવ , ગોપાલનો ગોટો.
દાહોદ: બાદશાહ કૂલ્ફી.

સુરત: રમેશનો સાલમપાક , કિશોરનો આઇસ્ક્રીમ , જાનીનો લોચો , લાલ દરવાજાનો ગોપાલનો લોચો , ગાંડાકાકાના ફાફડા , વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ , અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ , ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી , અંબાજી રોડ પર સુરતીના ખમણ , લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ ,ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ , ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા , લીમડા ચોકમાં ચેવલીના ભજિયા , ઝાંપાબજાર પાસે આદર્શની ચા , દાળિયા શેરીની નરેશની ભેળ , બેગમપુરામાં મઢીની ખમણી ,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા , મોટા વરાછામાં કુંભણિયા ભજિયા , ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે , ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી , ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો , વરાછા રોડ પરના મયૂરના ભજિયા.
નવસારી: વિકાસના સમોસા , મામાની પેટીસ.

સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા , રાજેશના સમોસા, જગદંબાના પરોઠા, ઉકાનું પૂરી-શાક , સિકંદરની સિંગ, જલારામના ~ નોવેલ્ટીના પરોઠા -શાક ,પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ , રાજરાજેશ્વરીના સેવ-મમરા, પાળીયાદવાળાની ફૂલવાડી, આનંદની આઇસ્ક્રિમ, ચેતનાની દાબેલી, દાળમિલમાં સાગરની ખસતા કચોરી, એસ્ટ્રોનનું પાન , કિસ્મતની સોડા, શંકરની ભેળ, સૂર્યાના ભાજી પાંવ , ગોકુલનું સીઝલર , ગોપાલના મસાલા પાંવ.

જામનગર: એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા , જગદિશનો ફાલુદો ,ગીતાનો આઇસ્ક્રિમ , જવાહરના પાન , દિલિપના ઘુઘરા ,ઉમિયાના ભજિયા , લખુભાઈનો રગડો , ગીજુભાઈની ભેળપૂરી, ડાયફ્રુટની કચોરી.

કચ્છ-ભૂજ : કચ્છની દાબેલી , ગુલાબપાક, બાસૂદી ગોળા , રજવાડી ગોળા , આઇસ્ક્રીમ ગોળા ,વાણિયાવાડ ખાવડાના સાટા , પકવાન અને ગુલાબપાક ,ગોવિંદજીના પેંડા , મધુની ભેળ , ધીરૂભાઈની રોટી , શંકરના વડાપાંવ.

મહેસાણા: સહયોગના પેંડા , મુરલીના વડા પાંવ , પટેલની ખમણી , સ્ટેશનની ચા , રામપુરા ચોકડીની દાબેલી , ક્રિષ્નાની દાબેલી.

ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ. ગાંઠિયા અને ફૂલવડી, લસણીયા સેવ - મમરા,
બોટાદ : જેરામભાઈનો ચેવડો.
ધારી: કનૈયા ડેરીનો શીખંડ.
મહુવા: વરિયાળીનું સરબત.

અમરેલી : ચક્કાભાઈની ચા , જયહિન્દના ગોટા , ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી , હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા , ભગતનું ઉંધીયુ , મહારાજના ભાજીપાંવ , શિતલનુ કોલ્ડપાન.
જેતપુર : વજુગીરી ના ભજીયા , દિપકની દાબેલી ,નાથબાપાના લસણિયા સેવ મમરા , ભગતના પેંડા.

Khooshboo Gujarat ki..! Gujarat ke khane ki..!


ભલા કઈ બાકી રહી જતું હોય તો કેહ્જો પાછા...

No comments:

Post a Comment

Know your personality by your name latter.

Does your name begin with: A   U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...