વીકી માં આપના ૫ ગુજરાતી ભૈયો અલગ અલગ વિષય માં મદદ કરી રહ્યા છે.
જય હિન્દ.
સુવર્ણ સિદ્ધિ
મિત્રો, આજે આપ સહુ સ્વયંસેવકોના અથાગ પરિશ્રમ અને અવિરત યોગદાનનાં વણથંભ્યા ઉત્સાહને કારણે જુલાઈ ૨૦૦૪માં જન્મેલું આ આપણું વિકિ, એક વર્ષથી પણ ઓછા સમયમાં આશરે ૫૦૦માંથી ૧૦,૦૦૦ લેખો સુધી પહોંચીને આપણું આ બાળક ગુજરાતી વિકિપીડિયા એક પરિપુખ્ત યુવા સ્વરૂપે પહોંચી શક્યું છે. અહીં યોગદાનકર્તા સહુ સભ્યોનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું, જેમનાં નિસ્વાર્થ યોગદાન વગર આ ભગિરથ કાર્ય અસંભવ હતું.આપણા આ વિકિપીડિયાને આ સ્તરે પહોંચાડવામાં સૌથી વધુ યોગદાન સતિષચંદ્ર, અશોક મોઢવાડીયા, જીતેન્દ્રસિંહ, સુશાંત સાવલા અને મહર્ષિ મહેતાનું છે. આ પંચક જો ગુજરાતી વિકિમાં ના બેઠું હોત તો, આજે આપણે આ દિવસ ના જોવા પામ્યા હોત. આશા છે કે આપ સહુ સભ્યો અને મુલાકાતીઓ મારી સાથે આ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં સહભાગી બનશો. --પ્રબંધક (ધવલ વ્યાસ)ચર્ચા/યોગદાન ૧૨ ઓક્ટોબર ૨૦૦૯.
No comments:
Post a Comment