Search This Blog

May 30, 2009

જિંદગી જીવી લઉં છું

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું

વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું


લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું

મન જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું


સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું


હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું


કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’ કીર્તિ લોભથી

ખાલી પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું

No comments:

Post a Comment

Know your personality by your name latter.

Does your name begin with: A   U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...