Search This Blog

Nov 14, 2013

ગઈકાલની મોટી દિવાળી, આજે નાની થઇ ગઈ..! #Diwali

જોજો હો અહિયાં વાત દિવાળીની કરું છું, દીવાસળીની નહિ. આમ તો દીવાસળી પણ હવે નાની જ થઇ ગઈ છે, પણ વાત તો દિવાળીની જ કરું છું..!

દિવાળી આવી ને જતી રહી... 
પરંતુ ગઈ ત્યારે એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..
ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી માં થોડો મોહનથાળ ને સુખડી કરતી
ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે
પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને માં સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી
આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,
અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ...
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી
પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું – એવા ઉમળકા સાથે મીઠાઈમાં ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો,
કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો કે સુખડીની ઢેફલી

એના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો
માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી
એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર
એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં
માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની
પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીના દિવસે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો
​કપડાં બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,
તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે – એ જ સમજાતું નથી.

ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!

...

Know your personality by your name latter.

Does your name begin with: A   U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...