Search This Blog
Jan 10, 2014
वृक्कों (गुर्दों) में पथरी-Renal (Kidney) Stone
वृक्कों गुर्दों में पथरी होने का प्रारंभ में रोगी को कुछ पता नहीं चलता है, लेकिन जब वृक्कों से निकलकर पथरी मूत्रनली में पहुंच जाती है तो तीव्र शूल की उत्पत्ति करती है। पथरी के कारण तीव्र शूल से रोगी तड़प उठता है।
Dec 25, 2013
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ? | How much important of Father in our life ?
માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે " આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ". તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ "ઓં માં" આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો "બાપ રે" આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
પિતાનું મહત્વ કોને સમજાય છે ?
બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
Nov 14, 2013
ગઈકાલની મોટી દિવાળી, આજે નાની થઇ ગઈ..! #Diwali
દિવાળી આવી ને જતી રહી...
પરંતુ ગઈ ત્યારે એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..
ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!
તાણી તૂસીને બચાવેલી રકમમાંથી માં થોડો મોહનથાળ ને સુખડી કરતી
ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે
પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને માં સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’
આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી
આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,
અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ...
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?
ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી
પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું – એવા ઉમળકા સાથે મીઠાઈમાં ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો,
કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો કે સુખડીની ઢેફલી
એના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો
માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?
આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી
એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર
એ રંગ કેવી રીતે ચડાવવો….?
બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં
માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની
પણ તોય કોઈ બેરિયર્સ નહીં….
દિવાળીના દિવસે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો
કપડાં બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,
તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે – એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!
...
Oct 15, 2013
મને ટી.વી. બનાવી દો..! #Story
દોસ્તો એક વાર જરુર વાંચજો...તમારી આંખમાં પણ જરજળીયા આવી જાશે.
એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે...ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો....નિબંધનો વિષય છે :--"જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો??"
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તેનિબંધો ઘેરતપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા નેજોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.તેમણે પૂછ્યું," કેમ શું થયું ? કેમ રડે છે ?"
શિક્ષિકાએ કહ્યું," હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું"તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં'"જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ"તેમના પતિએ નિબંધ વાંચ્યો.
તેમાંતે બાળકે લખ્યું હતું :-
" હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.)બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમઘરમાં રહેવા માંગું છું. જેને માટેઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું. જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફજ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો નપૂછે."
"જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે,તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.""અને મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે."
"અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.... હે ભગવાન હુંબીજું કાંઇ નથી માંગતો, પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો."
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.તેમના પતિ બોલ્યા :-
"હે ભગવાન...!! બિચારું બાળક..!! કેવા ભયાનક માતા- પિતા છે !!"
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજેબોલ્યા :
"આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે."
*************************************
દોસ્તો આવુ ઘણી વાર બનતુ હસે જ... :
કે આપણે આપણા જ બાળકો ને ટાઇમ નથી આપી શકતા..આપણા જ બાળકો આપણા પ્રેમ ના ભુખ્યા રહી જાય છે !
આપણે થાકેલા હોય અને ઘરે જઇ ને સુઇ જતાહોઇ છીએ અથવા ટી.વી. સામે બેસી જતા હોય છીએ... દોસ્તો આ પોસ્ટ એટલીશેર કરજો કે કોઇ બાળક ની આવી હાલત ના થાય.
Sep 28, 2013
The Ld. Bhagat Singh’s Last Petition #BhagatSingh
Sep 11, 2013
Time Value of .... Dennis Ritchie and Steve Jobs...!
• No iProducts.
• No over expensive laptops.
✔ Without Dennis Ritchie (September 9, 1941 – October 9, 2011) we would have:
✔ They died in the same year and the same month but it seems only few notice the death of Dennis Ritchie compared to Steve Jobs.
• No Windows.
• No Unix.
• No C.
• No Programs.
• A large setback in computing.
• No Generic-text Languages.
• We would all read in Binary.
✔ It won't cost you anything to press the share button so spread it ! :)
Sep 3, 2013
केले के लाभ : Advantages of Bananas by Baba Ramdev
- यदि महिलाओं को रक्त प्रवाह अधिक होता है तो पके केले को दूध में मसल कर कुछ दिनों तक खाने से लाभ होता है। [ If the blood flow to the women is more ripe bananas to eat milk and would benefit from some days. ]
- बार-बार पेशाब आने की समस्या हो तो चार तोला केले के रस में दो तोला घी मिलाकर पीने से फायदा होता है।
- यदि शरीर का कोई हिस्सा जल जाए तो केले के गूदे को मसल कर जले हुए स्थान पर बांधे। इससे जलन दूर होकर आराम पहुंचता है।
- पेचिश रोग में थोड़े से दही में केला मिलाकर सेवन करने से फायदा होता है।
Know your personality by your name latter.
Does your name begin with: A U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...
-
Gujarat's Chief Minister Mr. Narendra Modi selected Finance Minister MR. Nitin Patel announce Gujarat Budget 2013-14 today. As...
-
Does your name begin with: A U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...
-
BSNL, a couple of weeks ago revamped their already existing Rs. 339 promotional plan and it now offers 2GB of data per day along with unlim...


